Site icon Gujarat Mirror

ઉતરપ્રદેશની પરિણીતાને પતિ સાથે ઝઘડો થતા રાજકોટ પહોંચી, સખી વન સ્ટોપ સેન્ટરે મિલન કરાવ્યું

મથુરા જવા નીકળ્યા પરંતુ જાણ બહાર અન્ય ટ્રેનમાં બેસી જતાં રાજકોટ પહોંચ્યા હતા

રાજકોટ શહેરમા નીરાધાર મહીલાઓને આશ્રય આપી એક ઉમદા કાર્ય સખી વન સ્ટોપ સેન્ટર કરી રહી છે ત્યારે ગઇકાલે તેનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ જેમા યુપીનાં હુમાયુપુરમા રહેતી ર4 વર્ષની પરણીતાને પતિ સાથે ઝઘડો થતા પોતે મથુરા જવા નીકળી ગઇ હતી પરંતુ ભુલથી અન્ય ટ્રેનમા બેસી જતા તે રાજકોટ પહોંચી આવી હતી અને આ સમયે થોરાળા પોલીસ સ્ટેશનને જાણ થતા આ પરણીતાને તેમની 11 મહીનાની દિકરી સાથે વન સ્ટોપ સેન્ટર આશ્રય આપ્યો હતો અને વન સ્ટોપ સેન્ટર તેમનાં પરીવારનો સંપર્ક કરી તેમની સાથે મીલન કરાવ્યુ હતુ.

સખી વન સ્ટોપ સેન્ટરમાથી મળતી વિગતો મુજબ યુપીનાં હુમાયુપુરમા રહેતી પરણીતાનાં 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને હાલ 11 મહીનાની પુત્રી છે. તેમને પતિ સાથે અવાર નવાર ઝઘડો થતો હોય જેથી તે કંટાળી જઇ તા. ર4 નાં રોજ રાત્રીનાં સમયે ઘરેથી નીકળી ગઇ હતી અને મથુરા જવા ટ્રેનમા બેઠી પરંતુ મથુરાની જગ્યાએ અલગ ટ્રેનમા બેસી જતા અને તેમને રાત્રીનાં સમયે ઉંઘ આવી જતા તે રાજકોટ પહોંચી ગઇ હતી . ત્યારબાદ પોતે રાત્રે કયા આશ્રય લેશે અને કોનો સંપર્ક કરવો તે ખ્યાલ ન હોય જેથી કોઇ જાગૃત નાગરીકે 100 નંબર પર કોલ કરતા આ પરણીતાને થોરાળા પોલીસ સ્ટેશનને સોપેલ હતી. ત્યારબાદ આ પરણીતાની પુછપરછ થયા બાદ થોરાળા પોલીસે આ પરણીતાને સખી વન સ્ટોપ સેન્ટરે મોકલી આપી હતી અને આ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અરજદાર મહીલાનુ કાઉન્સેલીંગ કર્યા બાદ પરીવારને શોધી અને બાદમા મહીલાને પરીવાર સાથે મીલન કરાવતા તેઓએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો.

Exit mobile version