Site icon Gujarat Mirror

રૂખડિયાપરાના શાકભાજીનાં ધંધાર્થીનો આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

શહેરમાં રૂૂખડીયાપરા વિસ્તારમાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ આર્થિક ભીસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતો. જ્યાં યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

જાણવા મળતી વિગત મુજબ, રૂૂખડીયાપરા વિસ્તારમાં રહેતો આરીફ નુરહુસેનભાઇ શેખ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યના અરસામાં જ્યુબેલી શાક માર્કેટ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક તપાસમાં આરીફ શેખ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતો.તેમજ તેઓ સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.તેમજ પોતે શાકભાજી વેંચી પરિવારનુ ગુજરાન ચલાવે છે.ધંધો ન ચાલતા મગજ ભમતો હતો અને આર્થિક ભીસથીં કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ હતી.

Exit mobile version