7 વર્ષના ખેત મજૂર પરિવારના બાળકના મોત અંગે વાડી માલિક સામે ગુનો નોંધાયો
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર વિરનગર આટકોટ રોડ ઉપર રમેશભાઇ રવજીભાઇ નભોયાની વાડીએ ટ્રેક્ટર નીચે સુતેલા બાળક ઉપર વાડી માલિકે ટ્રેક્ટર ચલાવતા ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા 7 વર્ષના ખેત મજુર પરિવારના બાળકનું મોત થયું હતું. આ મામલે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબરાજકોટ ભાવનગર હાઇવે ઉપર વિરનગર આટકોટ રોડ ઉપર રમેશભાઇ રવજીભાઇ નભોયાની વાડી ખેત મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ભાભરા તાલુકાના ઓટલાસીમલ ફળીયા ના માયાવાત ગામના અને હાલ અમરેલી બાબરા ના ચમારડી ગામે કલ્યાણભાઇ પોપટભાઇ વિકાણીની વાડીએ રહેતા થાનસીંગ જુવાનસીંગ વસુનીયાના મોટાભાઇ નો દીકરો ચેતન (ઉ.વ.07) રમેશભાઇ રવજીભાઇ નભોયાની વાડીએ ટ્રેકટર રજી નં જી.જે-03- એમ.બી.-4670 નીચે સુતો હોય રવજીભાઇ નભોયા બેદરકારીથી આગળ ચલાવતા ટ્રેકટરની પાછળ જોડેલ ટોલીનુ પાછળનુ વ્હીલ ચેતનના છાતી ઉપરથી ફરી જતા ગંભીર ઈજા થવાથી ચેતનનુ મોત થયું હતું. આ મામલે વાડી માલિક રમેશભાઇ રવજીભાઇ ભોયા સામે થાનસીંગ જુવાનસીંગ વસુનીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ- 106(1) મુજબ ગુનો નોંધ્યો હતો.
