Site icon Gujarat Mirror

ત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધા

રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના મવા રોડ નહેરુનગરમાં રહેતી ત્રણ મહિનાની બાળકી અને રેલનગરમાં આવેલી શિવદ્રષ્ટિ સોસાયટીમાં રહેતા બજાજ ઈન્સ્યોરન્સના સેલ્સમેનનું તાવની બીમારીથી મોત નીપજ્યું હતું.આ ઘટનાથી આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

બનાવની વધુ વિગતો મુજબ, નાનામવા રોડ નહેરુનગર શેરી.2માં રહેતા હેમાંશી અખિલેશભાઈ પ્રજાપતિ (ઉં.3 માસ)ને ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના માતાએ જણાવ્યા મુજબ, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. હેમાંશીને બે બહેનોમાં નાની હતી. તેના પિતા અખિલેશભાઈ પાણીપુરી વેચવાનો ધંધો કરે છે.છેલ્લા સપ્તાહથી અખિલેશભાઈને તાવ આવ્યો હતો તે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા.આ દરમિયાન નાની દિકરી હિમાંશીને પણ તાવ શરદી ઉધરસ થતા માતાએ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડોક્ટર પાસે સારવાર કરાવી દવા લીધી હતી.

શરૂૂઆતમાં બે ત્રણ દિવસ હેમાંશીને તબિયત સુધારા ઉપર હતી પરંતુ ગઈકાલે અચાનક જ તેની તબિયત વધુ ખરાબ થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે માલવિયાનગર પોલીસે જરૂૂરી કાગળ કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. માસુમ દીકરીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

જ્યારે બીજી ઘટનામાં રેલનગરમાં આવેલી શિવ દૃષ્ટિ સોસાયટી માં રહેતા જયદીપ જયેશભાઈ રાઠોડ(ઉ.29)આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.જયદીપના લગ્નને ત્રણ મહિના થયા છે.ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલની દવા ચાલુ હતી.તેઓની આજે સવારે તબિયત લથડતા તેમને સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં સેલ્સ મેનેજરની નોકરી કરતો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

Exit mobile version