Site icon Gujarat Mirror

રાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

oplus_2097184

શાપરમા રહેતા પ્રૌઢ રાજકોટમા કામ શોધવા માટે આવ્યા હતા. પરંતુ કામ નહી મળતા પ્રૌઢે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. સવારે ઘરેથી નીકળેલા પ્રૌઢ બેકારીથી કંટાળી ફીનાઇલની બોટલ સાથે લઇને નીકળ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપરમા રહેતા હિરેનભાઇ ચંદુલાલ પાંઉ નામનાં 46 વર્ષનાં પ્રૌઢ રાજકોટમા સોરઠીયાવાડી ખાતે હતા. ત્યારે સાંજનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. હિરેનભાઇ પાંઉને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અંગે જાણ થતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમીક પુછપરછમા હિરેનભાઇ પાંઉ 3 ભાઇ એક બહેનમા નાના છે. તેમને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. હિરેનભાઇ પાંઉ અગાઉ કંપનીમા કામ કરતા હતા. અને હાલ કામ ધંધો નહી મળતા તેઓ ઘરેથી ફીનાઇલની બોટલ સાથે રાજકોટ કામની શોધમા આવ્યા હતા. પરંતુ કામધંધો નહી મળતા બેકારીથી કંટાળી ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version