Site icon Gujarat Mirror

I.T. એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી નહીં મળતા આશાસ્પદ યુવાનનો આપઘાત

રાજકોટ શહેરનાં નાગેશ્ર્વર પાસે આવેલા એપાર્ટમેન્ટનાં પાચમા માળે છલાંગ લગાવી આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવાન આઇટી એન્જીનીયરનો અભ્યાસ કરેલો હોય તેમને નોકરી ન મળતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. એકનાં એક પુત્રનાં મોતથી સુથાર પરીવારમા શોક છવાઇ ગયો છે.

વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં જામનગર રોડ પર નાગેશ્ર્વરમા પટેલ ચોક વાળી શેરીમા આવેલા બે એપાર્ટમેન્ટની વચ્ચે આવેલી શેરીમા રહેતા રોનીલ મુકુલભાઇ વાલંભીયા નામનાં 27 વર્ષનાં યુવાને એપાર્ટમેન્ટનાં પાચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે 108 ને જાણ કરતા 108 નાં તબીબ પુનમબેન પુરોહીતે રોનીલને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ તેમનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ પી. જી. ગોહીલ સીવીલ હોસ્પીટલે પહોંચી ગયા હતા અને ત્યા પહોચી પરીવારજનોની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે રોનીલ પરીવારમા એકનો એક પુત્ર હતો. અને તેમણે આઇટી એન્જીનીયર સુધીનો અભ્યાસ કરેલો હતો. તેમને અભ્યાસ કર્યા બાદ નોકરી ન મળતા છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતો હતો ગઇકાલે સાંજનાં સમયે ઘરેથી નીકળ્યા બાદ તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. એકનાં એક મોતથી વાલંભીયા પરીવારમા શોક છવાઇ ગયો છે.

Exit mobile version