Site icon Gujarat Mirror

સુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરી

સુરતમાં કોલેજિય યુવકે વિકૃતિની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. છેલ્લા 3 મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરી યુવક બીભત્સ હરકત કરતા જહાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બંને આ જ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવે છે.

3 મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી. ત્યારે કોલેજનો અભ્યાસ કરતાં સચીન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા બાઈક પર આવી બીભત્સ ઇશારા કરી હેરાન કરવા લાગ્યો હતો. આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરીવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું. ગઇ કાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હતી ત્યારે ફરી સચીન બાઈક પર આવી યુવતીઓને સેકસ કરવાનું છે. કહી છેડવા લાગ્યો હતો.બંને યુવતી સચીન ની વાતને અવગણતા સચીન જાહેર રસ્તા પર અંધારું હોવાથી બંને યુવતી સામે પેન્ટ ઉતારી બીભત્સ હરકત કરવા લાગ્યો હતો. બંને યુવતી સચીનની ગંદી હરકતો જોઈ ગભરાઈને ત્યાંથી નીકળી ગઇ હતી.બંને યુવતી સમગ્ર હકિકત પરિવારને જણાવતાં પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.પરિવારના સભ્યો આ મામલે જહાંગીરપુરા પોલીસનાં શરણે પહોંચી ગયા હતા. પોલીસે યુવતીની ફરિયાદ લઈ સચીન ઝીંઝુવાડિયા વિરૂૂદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.

Exit mobile version