Site icon Gujarat Mirror

ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર ખુટિયાએ દંપત્તીને અડફેટે લીધું

 

જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિર રોડ પરથી પસાર થઈ રહેલા એક દંપતિ ના બાઈક ના આડે ખુટિયો ઉતર્યો હતો, અને બાઇક ફંગોળાયું હતું. જેમાં બાઈક સવાર ઘાયલ થયા છે, જ્યારે તેમના પત્ની નો બચાવ થયો છે.તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.આ અકસ્માત ના બનાવ ની વિગત એવી કે જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર ગુરુવારે બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં હાર્દિકભાઈ વોરા પોતાના બાઈકમાં પત્નીને પાછળ બેસાડીને જઈ રહ્યા હતા, તે દરમિયાન ભીડભંજન મહાદેવ મંદિર નજીક એક ખૂંટિયા એ બાઈકને ફંગોળી નાખ્યું હતું, જેથી અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં દંપતી બાઈક પરથી નીચે પટકાયું હતું.જે માં પાછળ બેઠેલા પત્નીનો બચાવ થયો હતો, પરંતુ બાઈક સવાર હાર્દિકભાઈ વોરા ને મોઢા ના ભાગે, અને નાકના ભાગે ઇજા થઈ હતી, અને તેઓના નાકમાંથી લોહી નીકળી ગયું હતું.

આ અકસ્માતના બનાવ બાદ ત્યાંથી પસાર થનારા અન્ય વાહનચાલકોએ તરત જ 108 ની ટીમને જાણ કરી હતી, જેથી 108 ની ટુકડી તાબડતોબ બનાવના સ્થળે દોડી આવી હતીઝ અને હાર્દિકભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને વધુ તપાસ ચલાવે છે.

 

Exit mobile version