Site icon Gujarat Mirror

આધેડે રોજના 300 લેખે 1પ દિવસ દારૂ વેચ્યો; કામના પૈસા માંગતા શેઠે ઢીબી નાખ્યો

શહેરમાં પુનિતનગરના પાણીના ટાંકા પાછળ આધેડે રોજના 300 લેખે 15 દિવસ દારૂૂ વેચ્યો હતો જે પંદર દિવસના રૂૂ.4,500ની ઉઘરાણી કરતા શેઠે ધોકા વડે માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે રહેતા નિલેશભાઈ બાબભાઈ ચૌહાણ નામના 53 વર્ષના આધેડ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પુનિતનગરના પાણીના ટાંકા પાછળ હતા ત્યારે મોહિત નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં નિલેશભાઈ ચૌહાણ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને હુમલાખોર મોહિતનો દરરોજના 300 રૂૂપિયા લેખે 15 દિવસ સુધી દેશી દારૂૂ વેચ્યો હતો જે કામના રૂૂ.4,500ની ઉઘરાણી કરતા મોહિતે ધોકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version