Site icon Gujarat Mirror

સાધુવાસવાણી રોડ ઉપર આધેડે ઘરની ચિંતામાં કર્યો આપઘાત

 

શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતાં આધેેડે ઘરની ચિંતામાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આધેડના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં ધીરજભાઈ જીવરાજભાઈ રોજમાળા નામના 53 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં આધેડને સંતાનમાં બે પુત્ર છે અને ઘરની ચિંતામાં આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. જેમાં દિનેશભાઈ લાભુભાઈ ગઢવી (ઉ.53), કોઠારીયા મેઈન રોડ વચ્છરાજનગરમાં રહેતા ગોવિંદભાઈ બીજલભાઈ વાઘેલા (ઉ.35), રેલવે સ્ટેશન પાસે શાંતાબેન પોપટભાઈ પંચાલ (ઉ.62)નું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version