Site icon Gujarat Mirror

અમદાવાદમાં 3 સંતાનો સાથે પરિણીતાએ ઝેરી દવા પીધી, માતા અને પુત્રનાં મોત

 

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમા એક પરણિતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ દવા પીધા બાદ માતા અને પુત્રનુ મોત નિપજ્યું છે. જ્યારે 2 બાળકીઓ સારવાર હેઠળ રાખવામાં આવી છે. માતાએ ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી બાળકોને પીવડાવી હતી.
પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં મહિલાએ મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા ન હતા.

ત્યારે પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી મોતને વ્હાલુ કર્યુ હતું. સમગ્ર ઘટનાને લઇ ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂૂ કરી છે. પરણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અને પતિ તથા અન્ય નજીકના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

Exit mobile version