Site icon Gujarat Mirror

કોઠારિયા સોલવન્ટમાં માવતરે રિસામણે બેઠેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું

oplus_262176

પતિએ બાળકોને મળવા નહીં દેતા પગલુ ભર્યાના આક્ષેપ સાથે સારવારમાં

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી લાભદીપ સોસાયટીમાં સાસરિયું ધરાવતી પરિણીતા કોઠારીયા સોલવન્ટમાં માવતરે હતી. ત્યારે ફીનાઇલ પી લીધું હતું. રિસામણે બેઠેલી પરિણીતાને પતિએ બાળકો સાથે મળવા નહિ દેતા પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલી લાભદીપ સોસાયટીમાં સાસરિયું ધરાવતી પ્રિયંકાબેન શાંતુભાઇ કાકડીયા નામની 27 વર્ષની પરિણીતા રાત્રીના દસેક વાગ્યાના અરસામાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા સિતારામ ચોકમાં પોતાના માવતરના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પ્રિયંકાબેને જણાવ્યું હતું કે તેના લગ્ન શાંતુ કાકડીયા સાથે થયા છે અને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે.

પતિ બોરવેલનો ધંધો કરે છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે પતિ ઘરખર્ચના પૈસા આપતાં ન હોઇ અને સાસરીયા પણ હેરાન કરતાં હોઇ જેથી પોતે ત્રણ મહિનાથી કોઠારીયા સોલવન્ટમાં પિતા શાતિભાઇ લાખાણીના ઘરે રહે છે. સંતાનો પતિના ઘરે હોઇ પોતે ત્યાં મળવા જતાં સંતાનાનો મળવા ન દઇ કાઢી મુકાતાં માઠુ લાગવાથી પોતે ફિનાઇલ પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

Exit mobile version