સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ સામે ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ
મૂળ મોરબીની અને હાલ રાજકોટમાં રહી ડી માર્ટમાં નોકરી કરતી પરિણીતાને લગ્નના છ મહિનામાં પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા પત્નીએ ગળેકાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાઇ હતી. આ અંગે પરિણીતાએ પતિ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોધવી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયા રોડ પર જીવણનગર શેરી નં-3માં ભાડાના મકાનમાં રહેતી સંગીતાબેન કિરીટભાઈ સોલંકી (ઉ.વ.24)ની બુધવારના બપોરે ઘરે હતી ત્યારે હાથે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેના ભાઈએ બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાકે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે પરિણીતાનું નિવેદન નોંધી તેના આધારે મૂળ સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં રહેતા મેહુલ જગદીશભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધી હતી.
ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મોરબી ડી-માર્ટમાં નોકરી હતી ત્યારે સાથે નોકરી કરતા મેહુલ વાઘેલા સાથે પ્રેમ સંબંધ બંધાતા તા.30-1ના સુરેન્દ્રનગર ખાતે આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. બાદમાં તા.4-2ના અમદાવાદ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સુરેન્દ્રનગર સાસરાના ઘરે થોડો સમય રાહ્ય આબાદ જેતપુર રહેવા માટે ચાલ્યા ગયા હતા અને ત્યાં પતિ ડી-માર્ટમાં નોકરી કરતા હતા. બાદ 9-7ના પતિને રાજકોટ રહેવા અને નોકરી માટે જવું હોવાથી અમે રાજકોટ રહેવા માટે આવી ગયા હતા અને ભાડાનું મકાન રાખ્યું હતું.
આ દરમિયાન પતિના મોબાઈલમાં બીજી છોકરી સાથેના ચેટ અને ફોટા બાબતેની ખબર પડતા અમારા વચ્ચે ઘર કંકાસ થતો હોવાથી પતિ વતન સુરેન્દ્રનગર રહેવા ચાલ્યા ગયા હતા. તા.13-7ના પતિ રાજકોટ ઘરે આવી મને પોતાની સાથે વતનમાં રહેવા માટે આવવાની વાત કરતા મેં તેને ત્યાં આવવાની ના પાડતા ઝગડો થયો હતો અને મને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ અંગેનું મને લાગી આવતા મેં આપઘાતનો તા.23-7ના પ્રયાસ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ મેહુલ વાઘેલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

