Site icon Gujarat Mirror

મારામારીના ગુનામાં સંડોવાયેલો નુરાનીપરાનો શખ્સ પાસામાં ધકેલાયો

રાજકોટ શહેરમા અવાર નવાર મારામારીની ઘટનામા સંડોવાતા શખસોને ભવિષ્યમા ગુનાઓ કરતા અટકાવાય તે સબંધે આવા તત્વો વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ સુચના આપી હોય આ મામલે પોકેટ કોપ અને ઇ ગુજકોપ પ્રોજેકટમા ગુનાહીત ઇતિહાસ ચેક કરી શરીર સબંધી ગુનાઓ કરવાની ટેવવાળા રીઢા ગુનેગાર કોઠારીયા સોલવન્ટ પાસે નુરાનીપરામા રહેતા સાજીદ રફીકભાઇ સમાનાં વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલવામા આવતા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આજીડેમ પોલીસ સ્ટેશનનાં પીઆઇ એ. બી. જાડેજા દ્વારા પાસા વોરંટની બજવણી કરી આરોપી સાજીદ સમાને અમદાવાદ જેલ હવાલે કરી દીધો હતો. આ કામગીરીમા પીસીબી શાખાનાં પીઆઇ એમ. આર ગોંડલીયા આજીડેમ પોલીસ સ્ટેશનનાં પીઆઇ એ. બી. જાડેજા અને લક્ષ્મણભાઇ મકવાણાએ કરી હતી.

Exit mobile version