Site icon Gujarat Mirror

હાલાર હાઉસ વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો આપઘાત

જામનગરમાં હાલારહાઉસ વિસ્તારમાં રહેતા 58 વર્ષના પ્રૌઢએ ગઈકાલે પોતાના ઘેર આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાલાર હાઉસ વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ નાથુભાઈ મેઘાણી નામના 58 વર્ષ ના પ્રૌઢ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ ભોગવી રહ્યા હતા, અને પોતાની આ ર્થિક તંગ પરિસ્થિતિને લઈને પોતાના જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું હતું.

દરમિયાન ગઈકાલે બપોરે તેઓએ પોતાના ઘેર પંખાના હુકમાં મફલર બાંધી ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલભાઈ ગિરધરભાઈ મેઘાણીએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એમ. વાળા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version