Site icon Gujarat Mirror

સ્વાતિ સોસાયટીમાં નવી બનતી બિલ્ડિંગ પરથી પટકાતાં શ્રમિકનું મોત

ઓરિસ્સાનો યુવાન એક મહિના પૂર્વે જ કામે આવ્યો’તો

શહેરના કોઠારીયા રોડ પર સ્વાતી સોસાયટીમાં નવી બનતી બિલ્ડીંગમાં કામ કરતા ઓરીસ્સાના શ્રમિક યુવાનનું અકસ્માતે બિલ્ડીંગ પરથી પટકાતા મોત નિપજ્યુ હતુ.જાણવા મળતી વિગત મુજબ મૂળ ઓરિસ્સાનો વતની અને હાલ કોઠારીયા રોડ પર સ્વાતી સોસાયટીમાં નવી બનતી સાત માળની બિલ્ડીંગની સાઇઠમાં કામ કરતો ટીકાચંદ લક્ષ્મણભાઇ માજી (ઉ.વ.39) નામનો શ્રમિક યુવાન આજે સવારે બિલ્ડીંગમાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે બિલ્ડીંગ પરથી પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતોે.

પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજયુ હતુ. આ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક ટીકાચંદ એક મહિના પૂર્વે જ રાજકોટ કામે આવ્યો હતો તેને સંતાનમાં ચાર પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકાની લાગણી છવાઇ જવા પામી છે.

Exit mobile version