Site icon Gujarat Mirror

રાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયો

રાજયભરમા શિયાળાની શરુઆતમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે જેમા પેરાલીસીસની સારવાર માટે રાજકોટ આવી રહેલા જેતપુરનાં પ્રૌઢને રસ્તામા અને શાપરનાં કાંગશીયાળીમા આધેડનુ હાર્ટ એટેકથી મોત નીપજતા બંને પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમા રહેતા રમેશભાઇ શાંતીલાલ નીમાવત નામનાં 45 વર્ષનાં પ્રૌઢ ગઇકાલે રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા ગોંડલ રોડ પર બજાજનાં શોરુમ પાસે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયા આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ તબીબે જાહેર કરતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો પ્રાથમીક પુછપરછમા રમેશભાઇ નીમાવત બે ભાઇમા મોટા અને અને તેમને સંતાનમા બે પુત્ર છે રમેશભાઇ નીમાવતને પેરાલીસીસનો હુમલો આવી ગયો હતો જેની સારવાર માટે દોશી હોસ્પીટલ ખાતે બતાવવા માટે આવતા હતા ત્યારે રસ્તામા જ હૃદય રોગનો હુમલો ભરખી ગયો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમા શાપરમા રહેતા ગીરીશભાઇ અંબાવીભાઇ વીરોજા નામનાં પપ વર્ષનાં આધેડ બપોરનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા જયા તેનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી મૃતક આધેડ પાંચ ભાઇ ત્રણ બહેનમા નાના હતા અને તેમને સંતાનમા એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version