Site icon Gujarat Mirror

જયશ્રી રામના નાદ સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ આયોજીત ઉત્સવમાં હજારો હાલારી જોડાયા: 28 ફ્લોટ્સ, અંગ કસરતના દાવ અને રામધૂન થકી રામનવમીની ઉજવણી: ઠેર ઠેર સ્વાગત કરાયું

જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિત્તે એક ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગઈકાલે ઐતિહાસિક જનમેદની વચ્ચે સંપન્ન થઈ. તળાવની પાળ સ્થિત બાલા હનુમાનજી મંદિરથી પ્રારંભ થયેલી આ રામ સવારી હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ અને બેડી ગેઇટ થઈને પંચેશ્વર ટાવર પાસેના રામચંદ્રજી મંદિરે રાત્રે 1:00 વાગ્યે પૂર્ણ થઈ હતી. સમગ્ર માર્ગ પર હજારો રામભક્તોએ ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજીની પાલખીના દર્શન કર્યા હતા. શોભાયાત્રામાં 28 જેટલા સુંદર ફ્લોટ્સ અને રામભક્તો દ્વારા અંગ કસરતના દાવ તથા રામધૂનના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર શહેર રામમય બની ગયું હતું. આ ચુમાલીસમી રામસવારીના પ્રારંભ પ્રસંગે બાલા હનુમાન મંદિરના પૂજારી, બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂૂભાઈ કનખરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી (દક્ષિણ), ધારાસભ્ય રિવાબા જાડેજા (ઉત્તર), મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર મનીષભાઈ કનખરા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને મહામંત્રી ભરતસિંહ વાળા સહિતના અગ્રણીઓએ પાલખીનું સ્વાગત કર્યું હતું અને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજીની મુખ્ય પાલખી ગુલાબી રંગના આકર્ષક રથમાં સજાવવામાં આવી હતી, જેમાં ભગવા રંગ અને ભવ્ય લાઇટિંગનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત ડીજે સિસ્ટમ અને પ્રસાદ વિતરણના ફ્લોટ્સ પણ હતા. શિવ સેના, તાડીયા હનુમાન મિત્ર મંડળ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ, સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, પ્રણામી યુવક મંડળ, આહીર સેના, ભોયરાજ યુવા સંગઠન, સરસ્વતી યુવક મંડળ, રાજા મેલડી ગ્રૂપ અને ડી જે શિવાય ગ્રૂપ સહિત 28 ફ્લોટ્સ જોડાયા હતા.

શોભાયાત્રાના સમગ્ર રૂૂટ પર રામ સેવકો માટે ઠંડા પીણાં, સરબત, છાસ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને વિવિધ સ્થળોએ ઝાંખીઓના સ્થાયી ફ્લોટ્સ પણ ઊભા કરાયા હતા. બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટથી શરૂૂ કરીને ચૈતન્ય વાસણ ભંડાર, તક્ષશિલા પરશુરામ ધામ, જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ, મોબાઇલ ઝોન (હવાઇ ચોક) અને અન્ય અનેક સંસ્થાઓ તથા મંડળો દ્વારા સ્વાગત અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ રામસવારીના સફળ સંચાલન માટે ધવલભાઈ નાખવાના ક્ધવીનરપદે અને વ્યોમેશ લાલ તથા ભાર્ગવભાઈ પંડ્યાના સહ ક્ધવીનરપદે 51 સભ્યોની સમિતિ કાર્યરત હતી.

શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસેના રામ મંદિરે થઈ હતી, જ્યાં લોહાણા મહાજન વાડીમાં રામધૂન, સંગીતમય હનુમાન ચાલીસા અને સુંદર કાંડના પાઠ યોજાયા હતા. લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી અને અન્ય અગ્રણીઓએ રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.

શોભાયાત્રામાં કોંગ્રેસ ભાજપના નેતાઓ એકસાથે રામધૂનમાં લીન
રાજકીય મતભેદો ભૂલી ધર્મના નેજા હેઠળ એક થયા
જામનગરમાં 44મી શોભાયાત્રાના પ્રારંભે એક અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું. રામના દરબારમાં સૌ કોઈ સમાન છે તેની પ્રતીતિ કરાવતા, શાસક અને વિપક્ષના રાજકીય આગેવાનો એક સાથે રામધૂનમાં લીન થયા હતા. જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અને રિવાબા જાડેજાની સાથે શહેરના મેયર વિનોદભાઈ સુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને શહેર ભાજપના અન્ય અગ્રણીઓ રામ સવારીમાં જોડાયા હતા અને ભક્તિભાવથી રામધૂન બોલાવી હતી. આ જ સમયે, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા અને કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ રામધૂનમાં જોડાયા હતા. પરામના દરબારમાં સૌ એક સરખાથ ના ભાવ સાથે તમામ નેતાઓએ એકસાથે રામધૂન બોલાવીને સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું. રાજકીય મતભેદો ભૂલીને સૌ કોઈ પ્રભુ રામના ભજનમાં તલ્લીન જોવા મળ્યા, જે એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સાંસદ પૂનમબેન માડમે કર્યું પાલખી પૂજન

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમાનું પૂજન કરીને રામ સવારીની પૂર્ણાહુતિ કરાવી હતી. આ શુભ અવસરે તેમની સાથે જામનગર શહેરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને પાલખીનું પૂજન કર્યું હતું.

Exit mobile version