જામનગર – લાખા બાવળ રેલ માર્ગે અંધાશ્રમ નજીક રેલવે ટ્રેક માં અચાનક ક્રેક જોવા મળતાં રેલવે વિભાગ સતર્ક બન્યો હતો.અને મળતી માહિતી મુજબ, સમયસર ખામીનો પત્તો લાગતાં તાત્કાલિક અસર થી પસાર થતી માલગાડી ને રોકી દેવામાં આવી હતી, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટનાની જાણ થતાં જ રેલવે સ્ટાફ તરત જ સ્થળ પર દોડી આવ્યો અને તાકીદે મરામતની કામગીરી હાથ ધરી હતી. થોડા જ સમયમાં પાટા ની મરામત પૂર્ણ કરવામાં આવી હતી, અને બાદમાં રેલવે વ્યવહાર ફરી શરૂૂ કરવામાં આવ્યો.
જામનગર માં અંધાશ્રમ પાસે ના વિસ્તારમાં આજે રેલ્વે ના કી – મેન અશોક કુમાર આજે સવારે રેલ્વે ટ્રેક ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા . આ દરમિયાન 9:50 કલાકે રેલવે ના પાટા તૂટેલા જોવા મળ્યા હતા. જેને રેલ્વે ની ભાષા માં વેલ્ડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. આ.બનાવ અંગે તત્કાલિક ધોરણે સમયસૂચકતા વાપરી ને ઉપરી અધિકારીઓ ને જાણ કરી હતી. આ સમયે ત્યાં થી પસાર થનાર માલગાડી ને રોકી દેવા માં આવી હતી. તેમજ રેલવે નો એન્જિનિયરિંગ સ્ટાફ તાકીદે દોડી ગયો હતો. અને મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. તથા 11:10 કલાકે ટ્રેન વ્યવહાર પુન: શરૂૂ કરી દેવામાં આવ્યો હતો. આમ રેલ્વે કર્મચારી ની સમય સૂચકતા ના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. અને રેલ્વે વિભાગ ની ચુસ્ત કામગીરી ને કારણે મુસાફરો અને માલસામાન બંને સુરક્ષિત રહ્યા હતા.

