Site icon Gujarat Mirror

ભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાત

શહેરમાં મવડી પ્લોટમાં રહેતા અને ભુપેન્દ્ર રોડ પર આવેલા ઈગલ કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતા સોની વેપારીએ પોતાની જ દુકાનમાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વુગત મુજબ શહેરમાં મવડી પ્લોટમાં રહેતા અને ભુપેન્દ્ર રોડ પર આવેલા ઈગલ કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતા અશોકભાઈ મૂળજીભાઈ જગડા નામના 53 વર્ષના સોની વેપારીએ પોતાની દુકાને બપોરે અઢી વાગ્યા આસપાસ ઝેરી ટીંકડા ખાઈ મિત્રને કહ્યું કે છાતીમાં બળતરા થાય છે. હોસ્પિટલમાં લઈ જાવ જેથી તાકિદે સારવાર અર્થે સિવિક સિવિલ હોસ્પિલમાં ખસેડયા હતા. ત્યાં મિત્રને કહ્યું કે મે ઝેરી ટીંકડા ખાઈ લીધા છે. બાદ ટૂંકી સારવાર દરમ્યાન વેપારીએ હોસ્પિલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. હોસ્પિલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પીએસઆઈ વડનગરા સહિતનો સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરતા મૃત ચાર ભાઈમાં મોટા હતા સંતાનમાં બે દિકરી અને એક પુત્ર છે કયાં કારણોસર પગલું ભર્યુ તે અંગે તપાસ યથાવત રાખી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવવામાં શહેરની ભાગોળે આવેલા લોધીકા તાલુકાના રાવકી ગામે કારખાનામાં મજૂરી કામ કરતી અનુપદેવી મનીષકુમાર રાજપુત નામની 30 વર્ષની પરિણીતાને જમવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો પતિ સાથે ઝઘડો થતાં અનુપદેવી રાજપૂતે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version