Site icon Gujarat Mirror

ગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપ

ગાંધીગ્રામ પાસે લાખના બંગલા નજીક આવેલ અક્ષરનગર-3માં રહેતા મંજુલાબેન ડાહ્યાભાઇ મોલીયા(ઉ.વ.73) ગાંધીગ્રામ માં આવેલ જુના એરપોર્ટ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે સાફ-સફાઈ કરી અને આરતી કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ડબલ સવારી બાઈક પર આવી મંજુલાબેને ગળામાં પહેરેલ 60 હજારની સોનાની માળા અને રુદ્રાક્ષની ચિલઝડપ કરી ફરાર થઇ ગયા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મંજુલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે મારા ઘરેથી સાંજના મારા ઘરની નજીકમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરે જઈ મંદિરની સાફ-સફાઇ કરી પુજા-આરતી કરવા ગયેલ અને અને સાંજના આરતી પુરી થતા હું મંદિરથી મારા ઘરે આવવા એકલી જ નીકળેલ અને મંદિરની બહાર નિકળતા રોડ ઉપર બે અજાણ્યા માણસો એક બાઈક ઉપર બેસીને મારી સામેની બાજુથી આવેલ અને મારી બાજુમાથી બાઈક પસાર થતા બાઈક પાછળ બેઠેલ વ્યક્તિએ મારા ગળામાં જોટ મારી મે પહેરેલ 60 હજાર વાળો સોનાનો ચેઇન તથા રૂૂદ્રાક્ષનો પારો ખેંચતા હુ નીચે પડી ગયેલ અને આ લોકો બાઈક પર નાસી ગયેલ અને ત્યારબાદ મે દેકારો કરતા આજુ બાજુમાથી માણસો ભેગા થઇ ગયા હતા.

મે આ બાબતે મારા નાના દિકરા રાકેશભાઇને ફોનથી જાણ કરેલ અને મારા નાના દિકરાએ ફોનથી તેની પત્ની સોન લને જાણ કરેલ અને આ મારા નાના દીકરાની વહુ સોનલ તથા મારો મોટો દીકરો રાજેશભાઈ ત્યા મારી પાસે આવેલ અને આજુબાજૂમા બાઈક પર આવેલ માણસો વિશે તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version