ક્રાઇમ
જૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તો
શહેરમાં નોબલ સ્કૂલ પાસેની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 33 વર્ષીય પરિણીત નિશાબેન અશ્વિનભાઈ પંચોલીનું શુક્રવારે બપોરે બસ સ્ટેશન નજીકની સત્યમ હોટલમાં ઝેરી દવા પીવાથી મૃત્યુ થયું હતું. આ મામલે મૃતક મહિલાના પતિ અશ્વિનભાઈ સુરેશચંદ્રભાઈ પંચોલીએ જોષીપરાના ઓઘડનગરમાં આર. કે. રેસીડેન્સી પાસે રહેતો 33 વર્ષીય રામજી ઉર્ફે રમેશ ચંદુ ચૌહાણ સામે સોમવારે રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર નીશાબેન શુક્રવારે રામજી ઉર્ફે રમેશ સાથે સત્યમ હોટલમા હતા તે વખતે તેણીએ કોઇપણ કારણે ઝેરી દવા પી લેતા તેને સમયસર સારવાર નહી મળે તો તે મરી જશે તેમ છતા શખ્સે સારવાર માટે હોસ્પીટલ લઈ ગયેલ નહી અને સારવારના કોઈ પ્રયત્ન કરેલ નહી તેમજ આ બાબતની હોટલના સ્ટાફ કે નજીકના કોઇને જાણ કરેલ નહી. અને નિશાબેનને ઝેરી દવા પીધેલ હાલતમા હોટેલના રૂૂમમા મુકી તેનો મોબાઇલ ફોન પોતાની સાથે લઇ હોટલના રૂૂમનો દરવાજો બહારથી લોક કરી નાસી ગયો હોવાની ફરિયાદના આધારે પોલીસે રામજી ઉર્ફે રમેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં બંને વચ્ચે 8 થી 10 વર્ષથી મિત્રતા હતી. હોટલમાં લગ્ન મુદ્દે ઝઘડા બાદ મહિલાએ ઝેર પીધું હોવાનું આરોપીએ જણાવ્યું હતું.પોલીસ સુત્રો અનુસાર આરોપી રામજી ઉર્ફેશ રમેશ ચૌહાણ પ્લમ્બર કામ કરે છે અને તેને સંતાનમાં બે દીકરી અને મૃતક મહિલાને એક દીકરો છે. તેઓ ખાનગી ટ્યુશન કરાવતા હતા. આરોપી અને મરનાર મહિલા સાથે ઝેર પીવાના હતા. પરંતુ પ્રથમ મહિલાએ ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં રામજી ઉર્ફે રમેશએ ઝેર પીવાને બદલે હોટલના રૂૂમને બહારથી લોક કરી નાસી ગયો હતો.