Site icon Gujarat Mirror

તુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોત

રાજકોટના માયાણીનગરનો કરૂણ બનાવ, યુવતીને તાવ આવતો હતો

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એટલે કે આગળ શું થવાનું છે તેનું ભવિષ્ય આપણે જાણી શકતા નથી જીવન અને મરણ ભગવાનના હાથમાં છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલા માયાણી નગરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે આ સપ્તાહમાં તુલસી વિવાહ યોજાવાના હતા અને તેમાં સોસાયટીમાં જ રહેતી એક યુવતી શ્રીકૃષ્ણ ભગવાન બનવાની હતી. આ યુવતી તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને ત્યાં ઉલટી થતા જ તે બેભાન હાલતમાં ઢળી પડી હતી અને તેમને હોસ્પિટલે લઈ જવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

રાજકોટ શહેરમાં માયાણીનગર શેરી નં.5માં રહેતી પ્રિયંકાબેન ઘનશ્યામસિંહ રાઠોડ (ઉ.વ.20) નામની યુવતી ગઇકાલે બ્યુટી પાર્લરમાં હતી ત્યારે ઉલ્ટી થતા તે બેભાન હાલતમાં ઢળી પડી હતી. જેથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પ્રિયંકાબેન બે બહેન એકભાઇમાં મોટી હતી અને તેણે ધો.12 સુધી અભ્યાસ કરેલ છે. તેમજ તેમના પિતા સ્કૂલ બસ ચલાવતા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

આ ઘટનામાં પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, તેઓના ઘરે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હોય ગઇકાલે તુલસી વિવાહ યોજાવાના હતા. જેમાં પ્રિયંકાબેન શ્રીકૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવાના હોય જેથી તેઓ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા. ત્યા તેઓને ઉલ્ટી થઇ હતી. તેમને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોવાનુ જાણવા મળ્યુ છે. પ્રિયંકાબેનના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

Exit mobile version