Site icon Gujarat Mirror

શ્રીરામ સોસાયટીમાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જુદા-જુદા ત્રણ સ્થળે યુવાન સહિત ત્રણ લોકોના બેભાન હાલતમાં મોત

શહેરમાં શ્રીરામ સોસાયટીમાં રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શ્રીરામ સોસાયટી શેરી નંબર 4 માં રહેતી બંસીબેન જગદીશભાઈ સરવૈયા નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવતી એકના એક ભાઈની એકની એક મોટી બહેન હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોના બીમારી સબ બેભાન હાલતમાં મોત નીપજ્યા છે જેમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ નવાગામ વિસ્તારમાં રહેતા રાજન રામલખન નિષાદ નામનો 18 વર્ષનો યુવાન શાંતિગતની અંદર કનૈયા ગોલ્ડ પલટીનમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા મોત નીપજ્યું હતું જ્યારે સંત કબીર રોડ ઉપર આવેલ રાજારામ સોસાયટીમાં રહેતા કેતનભાઇ શશીકાંતભાઈ બોસમીયા નામના 32 વર્ષના યુવકનું કેન્સરની બીમારી સબબ મોત નીપજ્યું હતું જ્યારે રેલનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગરમાં રહેતા પુરીબેન અમરશીભાઈ મકવાણા નામના 45 વર્ષના પ્રોઢાનું બીમારી સબબ મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version