એસટી બસ સ્ટેશનમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં દૂધસાગર રોડ ઉપર મધર ટેરેસા આશ્રમ રહેતી યુવતીને બિમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયા તબિબે યુવતી માર માર્યાની શંકા વ્યકત કરતા પોલીસે ચોપડે રીટ્રોગેટ એમએલસી દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર મધર ટેરેસા આશ્રમ રહેતી સ્નેહાબેન નામની 30 વર્ષની યુવતીને માનસીક બીમારીની સારવાર માટે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જયા તબિબે યુવતી માર માર્યાની શંકા વ્યકત કરતા પોલીસે ચોપડે રીટ્રોગેટ એમએલસી દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં જીજ્ઞેશ છત્રસિંગ જાદવ નામનો 25 વર્ષનો યુવાન મધરાત્રે એસટી બસ સ્ટેશનમાં બેઠો હતો ત્યારે અજાણયા શખ્સોએ મારમાર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
