ગુજરાત
કોડીનાર પંથકની યુવતી પર રાજકોટમાં દુષ્કર્મ
કોડીનાર પંથકની યુવતી ઉપર યુવકે ફ્રેન્ડશિપ કરી બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.આ અંગેની યુવતી એ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ કોડીનાર તાલુકાના છાછર ગામના યુવક જશું સામંત ગોહિલે મુસ્લિમ યુવતીના મોબાઈલ નંબર મેળવી મેસેજ દ્વારા મિત્રતા કેળવી ભાઈ બહેન તરીકે ફોટા પાડી લાલચ પ્રલોભન આપી વાતોમાં લલચાવી ફોસલાવીને યુવતી રાજકોટ અભ્યાસ કરતી હોય અને રાજકોટ હોસ્ટેલમાં રેહતી હોય ત્યાં જશું ગોહિલે વારંવાર યુવતીને ફોન કરી ફોટા વાઇરલ કરવાની ધમકીઓ આપી રાજકોટ બસ સ્ટેશન નજીક આવેલ હોટલમાં 3 વખત અલગ અલગ દિવસોમાં બોલાવી યુવતી સાથે તેની મરજી વિરૂૂદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજારી યુવતીની જાણ બહાર તેનો વિડિયો ઉતારી તેમજ કોડીનાર ઉના રોડ આવેલ જલારામ હોટલમાં પણ લઈ જઈ દુષ્કર્મ આચરી યુવતીની મરજી વિરૂૂધ્ધ વારંવાર દુષ્કર્મ આચરી જો આ અંગે કોઈને કહીશ તો વિડિયો વાયરલ કરી યુવતીના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ યુવતીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા કોડીનાર પોલીસે છાછર ગામના જશું સામંત ગોહિલ વિરદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીની કલમ મુજબ ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.