Site icon Gujarat Mirror

રતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યો

મોરબી રોડ પર આવેલા રતનપરમાં સુરેશભાઈ સોલંકી પર કુહાડાથી હુમલો થયો હતો. રૂૂ.1000ની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.મોરબી રોડ પર રતનપરમાં રહેતા સુરેશભાઈ કરસનભાઇ સોલંકી (ઉં.45) ગઈકાલે રાત્રિના 10 વાગ્યાની આસપાસ પોતે રતનપરમાં દ્વારકા હોટલ પાસે હતા ત્યારે સામેવાળા ગડો તથા તેના ભાઈએ ઝઘડો કરી કુહાડા વડે માર માર્યો હતો.

જેમાં માથે શરીરે ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવારમાં દાખલ કરેલ છે. સુરેશે જણાવ્યું હતું કે, ઘણા સમય પહેલા 1000 રૂૂપિયા ઉછીના દીધા હતા જેના પેટે સોનાની કડી આપી હતી. લાંબા સમય સુધી રૂૂપિયા પરત ન આપતાં સોનાની કડી રૂૂ. 1000માં વેચી નાખી હતી. જે પછી સામે વાળાએ કડીના બદલામાં રૂૂ. 2000 આપવાનું કહેતા માથાકૂટ થઈ હતી. કુવાડવા રોડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version