Site icon Gujarat Mirror

પતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધું

ખોખડદડ પુલ પાસે જડેશ્વર સોસાયટી પરિણીતા એ ફીનાઇલ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.તેણી ત્રણ મહિનાથી રીસામણે છે અને ગઈકાલે તેમના પતિનો જન્મદિવસ હોય જેથી બહાર જમવા ગયા હતા જ્યાં બંને વચ્ચે ઝઘડો થતાં આ પગલુ ભરી લીધું હતું.

આ ઘટનામાં વધુ વિગતો મુજબ,જડેશ્વર સોસાયટીમાં રહેતા માધવીબેન મેહુલભાઈ ભટવારા નામના 22 વર્ષના એ પોતાના ઘરે ગઈકાલે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, માધવીબેન ના લગ્નને ચાર વર્ષ થયા છે અને તેઓ ત્રણ મહિનાથી રિસામણે છે. તેઓ પતિના જન્મદિવસે બહાર જમવા ગયા હતા ત્યાં ઝઘડો થતાં માધવીબેને માતાના ઘરે આવ્યા બાદ ફિનાઈલ પી લીધું હતું.

જ્યારે બીજા બનાવમાં રૈયાધારે રહેતા ગીરીશભાઈ ધીરુભાઈ પરમાર નામના 51 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે ગળે ફાંસો ખાવાની કોશિશ કરતા તેમને પરિવારજનોએ બચાવી લીધા હતા અને તુરંત હોસ્પિટલમાં આવતા જીવ બચી ગયો હતો.તેઓએ ગૃહ કલેશને કારણે પગલું ભરી લીધું હતું. જ્યારે ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર આવેલા ભીમ નગરમાં રહેતા પાયલબેન અજયભાઈ બાબરીયા નામના પરિણીતા સાથે તેમના નશાખોર પતિએ ઝઘડો કરતા પાયલબેન ને કંટાળી ઝેરી દવા પી લીધી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

Exit mobile version