નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ કણકોટ રોડ પર વીર હનુમાન ટાઉનશીપ એ-વીંગ બ્લોક નં. 312માં રહેતાં કરણ અશોકભાઇ લોધા (ઉ.વ.22)ની ફરિયાદ પરથી જામનગર રોડ સત્યમ્ પાર્કમાં રહેતાં મનોજ હસમુખભાઇ ગોહેલ (ઉ.વ.42) વિરૂૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ આદરી હતી.
કરણે જણાવ્યું હતું કે,હું ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. 55માં આવેલી સ્લીપવેલ કંપનીમાં ગાદલા બનાવવાનું કામ કરુ છું.21મીએ સવારે નવેક વાગ્યે હું કંપની ખાતે ગાદલા બનાવવાના ગોડાઉનમાં મારી નોકરી પર હતો, એ વખતે સાંજે સાતેક વાગ્યે ગાદલાનું માપ લેવાનું કામ કરતો હતો ત્યારે આ ગોડાઉનમાં જ કામ કરતાં મનોજે મને સોલ્યુશનનના ડબલા ભરવાનું કહેતાં મેં તેને સોલ્યુશનના ડબલા ભરવાની ના પાડી હતી. કારણ કે મારા શેઠે વધુ સોલ્યુશન લેવાની ના પાડી હતી. આ કારણે મનોજ ઉશ્કેરાઇ ગયો હતો અને મને ગાળો દેવા માંડયો હતો.
મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે વધુ ઉશ્કેરાઇ મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં અને એક ઝાપટ મારી પેટમાં પાટુ મારી દીધુ હતું. તેમજ તેની પાસે રહેલી કોઇ ધારદાર વસ્તુથી પણ મને બે ત્રણ ઘા માથાની જમણી બાજુએ મારી દેતાં હું લોહીલુહાણ થઇ જતાં સાથે કામ કરતાં જશવંતભાઇ મને દવાખાને લઇ ગયા હતાં. પરંતુ મને દવાખાને જવાની જરૂૂર ન લાગતાં અમે રસ્તામાંથી પાછા ગાદલાની કંપનીએ આવી ગયા હતાં. અહિ મને ઇજા થઇ હોઇ ત્યાં રૂૂ લગાવતાં લોહી બંધ થઇ ગયું હતું. એ પછી મેં સમગ્ર બનાવની જાણ અમારા શેઠ રાજેશભાઇને કરી હતી.
તેમણે મને આ વાત ઘરે ન કરતો, આપણે વચલો રસ્તો કાઢશું તેમ કહેતાં રાતે હું ઘરે જતો રહ્યો હતો.
રસ્તામાં મને ચક્કર આવતાં હોઇ રાતે અગિયારેક વાગ્યે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને રજા લઇ ઘરે ગયો હતો. બીજા દિવસે બાવીસમી તારીખે મારા માતાએ મારા શેઠને વાત કરી હતી અને ત્યારે સમાધાનની વાત થઇ હતી. પણ હવે અમારે સમાધાન કરવું ન હોઇ પોલીસને હવે જાણ કરી હતી. ઇજાને કારણે માથામાં 9 ટાકા લેવા પડયા હતાં. પીઆઇ આર. જી. બારોટના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ. એમ. રાણાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

