Site icon Gujarat Mirror

થોરિયાળી ગામના ખેડૂતે પાણીનું વહેણ બંધ કરી દેતા સીમમાં 9 ફૂટ પાણી ભરાયા

અન્ય ખેડૂતોના રસ્તા બંધ, કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી

પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં એક ખેડુતે પાણીનુંં વહેણ બંધ કરી અન્ય ખેડુતો માટે આફત સર્જતા ગામના ખેડુતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરી હતી.
કલેક્ટરને થોરીયાળી ગામના 16થી વધુ ખેડુતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવેલ છે કે, ગામની સીમમાં હાલ કાનાભાઈ ગોરાભાઈ બોરીચા નામના વેપારીએ ખેતીની જમીન ખરીદી પાણીનું વહેણ બંધ કરી નાખેલ ચે. જેના કારણે આખી સીમમાં 8થી 9 ફૂટ પાણી ભરાઈ ગયા છે.

આ અંગે મામલતદારને અરજી કરતા મામલતદારે પાણીનું વહેણ ખુલ્લુ કરવા હુકમ કરેલ આમ છતાં ખેડુતે જેસીબીથી પાણીના વહેણ આડે બંધ બાંધી દેતા પાણીનો ભરાવો થઈ ગયો છે. અને અન્ય ખેડુતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી. કાના બોરીચા નામના ખેડુતને અન્ય ખેડુતોએ વિનંતીઓ કરવા છતાં વાત માનવા તૈયાર નહીં હોવાનું આવેદનમાં જણાવ્યું છે.

Exit mobile version