Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગરમાં પશુઓની ગેરકાયદે હેરફેર રોકવા ઊભેલા જીવદયાપ્રેમીને વાહનચાલકે ટક્કર મારી

 

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના જીવદયાપ્રેમીઓને એક વાનમાં બે ગૌવંશ ક્રુરતા પુર્વક બાંધીને લઈ જવાતા હોવાની બાતમી મળતા બસ સ્ટેશન પાસે વોચ રખાઈ હતી. જેમાં વાન ચાલક જીવદયાપ્રેમીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં થોડે આગળ બે ગૌવંશને મુકી આગળ નાસ્યો હતો.

જેમાં જીવદયાપ્રેમીઓએ પીછો કરી વાન ચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો છે.બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીના મફતીયાપરામાં રહેતા ઘનશ્યામભાઈ ધનજીભાઈ ચારોલા રિક્ષા ચલાવે છે. તેઓ વર્ધમાન જીવદયા ટ્રસ્ટમાં સેવા આપે છે. તા. 4ના રોજ સાંજે રઘુભાઈ સીંધવે તેમને ફોન કરી ખારાકુવા પાસે રહેતો મહેમુદ હાસમભાઈ ભટ્ટી પોતાની સફેદ કલરની વાનમાં શીતળા માતાજીના મંદીર પાસેથી ગૌવંશ ભરી ખાટકીવાડમાં પોતાના કતલખાને લઈ જતો હોવાની વિગતો આપી હતી. આથી ઘનશ્યામભાઈ સહિતનાઓએ બસ સ્ટેશન પાસે વોચ રાખી હતી. જેમાં તેઓ બાઈક પાસે ઉભા હતા.

આ સમયે વાન ચાલક જીવદયાપ્રેમીઓને જોઈ જતા બાઈકને ટક્કર મારતા ઘનશ્યામભાઈને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. જેમાં જીવદયા પ્રેમીઓએ પીછો કરતા જડેશ્વર મહાદેવ મંદીર પાસે તેણે વાનમાંથી 2 વાછરડા બહાર ફેંકયા હતા. અને આગળ નાસી જતા જીવદયાપ્રેમીઓએ સાંકડી ગલીમાંથી તેને ઝડપી લીધો હતો.
આ સમયે કાર રસ્તામાં અથડાતા કાચ ફુટી ગયા અને સાઈડમાં નુકશાન પણ થયુ હતુ. જીવદયા પ્રેમીઓએ મહેમુદ ભટ્ટીને પોલીસના હવાલે કરાયો હતો. જયારે પશુઓને પાંજરાપોળ મોકલી આપી ઘનશ્યામભાઈને સારવાર માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. બનાવની લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.

Exit mobile version