Site icon Gujarat Mirror

સાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાત

સાયલા પાસેના ધજાળા ગામે રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેણીનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.આ આપઘાતની ઘટનામાં કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

વધુ વિગતો મુજબ, સાયલાના ધજાળા ગામે રહેતી શ્રમિક પરિવારની પુત્રી પૂજાબેન હરેશભાઈ પરમાર(ઉ.16) નામની તરુણી કે ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીનું ટૂંકી શરૂૂઆતમાં મૃત્યુ નીપજ્યું હતું.પૂજા ચાર બહેનમાં ત્રીજા નંબરની હતી અને તેમના પિતા ખેતી કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ મૃતક પૂજા ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી.આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

Exit mobile version