Site icon Gujarat Mirror

બોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાત

વડોદરામાં બોર્ડની પરીક્ષાના ભારે વધુ એક વિદ્યાર્થીનો જીવ લીધો. શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થી મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

શહેરમાં હરણી વિસ્તારમાં 12 સાયન્સનાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લેતા પરિવારના લોકોએ જણાવ્યું કે દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અને હવે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં બાયોલોજીનું પેપર હોવાથી તેની તૈયારી કરી રહ્યો હતો. પરીવારને લાગ્યું કે દેવ રૂૂમ બંધ કરીને વાંચે છે પરંતુ સવારે જોયું તો દેવ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેના બાદ પરિવાર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ધોરણ 12માં અભ્યાસ કરતાં 17 વર્ષીય દેવ પાટીલે ગળેફાંસો આપઘાત કરવાની ઘટનામાં પોલીસનું માનવું છે કે બોર્ડ પરીક્ષાનાં તણાવના કારણે વિદ્યાર્થીએ આ અંતિમ પગલું ભર્યું હશે. પુત્ર દેવે આપઘાત કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. હરણી પોલીસે વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાત અંગે તપાસ શરૂૂ કરી છે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યારે ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો વધુ ભાર ના લાગે અને તેમનાથી બોર્ડ પરીક્ષાનો ભય દૂર થાય માટે અગાઉ પ્રી-બોર્ડ પરીક્ષા પણ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત કરવાની ઘટનાઓ વધતાં હવે શિક્ષકો અને વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને વધુ દબાણ ના કરતા ભયમુકત બની પરીક્ષા આપવાની સલાહ આપે છે. પરિણામ કોઈપણ આવે તમે ગભરાશો નહી તેવું આશ્વાસન પરીવાર દ્વારા આપવામાં આવે છે છતાં પણ હરણી વિસ્તાર જેવા કિસ્સા બનતા રહે છે.

Exit mobile version