Site icon Gujarat Mirror

મહુવાના વેપારીનું અપહરણ કરી આંગડિયા મારફત રૂા.બે લાખની ખંડણી વસૂલાઇ

ભાવનગર જિલ્લાના મહુવા ના એક ગામડામાં રહેતા અને મહુવા મા કરીયાણા ની દુકાન ધરાવતા એક વેપારી નું બોરડા જાગધાર વચ્ચે અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણકર્તાઓ ચાર વ્યક્તિ હતા અને ફોર વહીલ મા આવ્યા હતા.વેપારી ને કારમાં ધમકાવી ને તળાજા લાવવામાં આવ્યા હતા.અહીં એક આંગડિયા મારફત રૂૂપિયા લગાવી ને વેપારી ને પાલીતાણા રોડપર છોડી દેવામાં આવેલ.ખંડણી નો ભોગ બનનાર ખરક સમાજમાંથી હોય સમાજ લેવલે આ ઘટનાએ મોડીરાત્રે ચકચાર જગાવી છે.

અપહરણ અને ખંડણીના આ બનાવની મળતી વિગતો મુજબ મહુવા ના ભાદરા ગામના રહીશ અને મહુવા ખાતે કરીયાણા ની દુકાન ધરાવતા એક વેપારી દાઠા પોલીસ મથકના બોરડા અને જાગધાર ગામ વચ્ચેથી બાઇક લઈ ને પસાર થઈ રહ્યા હતા સાંજના પાંચેક વાગ્યા બાદ.આ સમયે એક ફોર વહીલમા આવેલ ચારેક ઈસમો એ બાઇક થોભાવી ને વેપારી ને કારમાં બેસાડી દીધા હતા.કારમાં બેસેલ એક વ્યક્તિ એ વેપારીની બાઇક હંકારી કારની પાછળ આવવા દીધી હતી.

વેપારીને કારમાજ ધમકાવીને રૂૂ.5 લાખની ખંડણી મગાઈ હતી.અપહરણકર્તાઓ નો ભોગ બનેલ વેપારીએ પોતાનાથી બે લાખ ની વ્યવસ્થા થઈશકે તેમ છે તેમ જણાવતા અપહરણકર્તાઓ એ તળાજા આંગડિયા પેઢીમા રૂૂપિયા મગાવવા નું કહેતા વેપારીએ બે લાખ રૂૂપિયા તળાજા ના ગોપનાથ રોડપર કોમ્પલેક્ષ ના બીજા માળે આવેલ આંગડિયા પેઢીમા નખાવ્યા હતા.

અપહરણકર્તાઓ ને બે લાખ રૂૂપિયા મળ્યા બાદ પાલીતાણા રોડપર વેપારીને છોડી મુકવામાં આવ્યો હતો. આ બાબતે મોડીરાત્રે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

તળાજા સ્થિત આંગડીયા પેઢીના કર્મચારી સાથે થયેલ ટેલિફોનિક વાતમાં અપહરણ અને ખંડણીની ઘટનાને સમર્થન મળ્યું હતું. સૂત્રો એ જે રીતે માહિતી આપી હતી એજ રીતે આંગડીયા પેઢીના કર્મીએ જણાવ્યું હતુ કે સાંજે 6 વાગ્યા આસપાસ બે વ્યક્તિ આવ્યા હતા. પહેલા દોઢલાખ કહ્યું બાદ પચાસ હજાર વધારી ને બે લાખ કરાવ્યા હતા.શૈલેષ પ્રોવિઝન ના નામે બે વ્યક્તિ રૂૂપિયા લેવા આવ્યા હતા. એક વ્યક્તિ બહાર ઉભા રહેલ બીજા અંદર આવ્યા હતા.

Exit mobile version