શહેરમાં ગોકુલધામ સોસાયટી પાસે ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અને કપડાંનો શો રૂૂમ ચલાવતા રોહિતભાઈ કનૈયાલાલ મેર તેના પુત્રને સ્કૂલે મૂકી ઘેર જતા હતા ત્યારે તેના પાડોશમાં રહેતા રવિ દિનેશભાઇ ભટ્ટીએ દોશી હોસ્પિટલ પાસે આંતરી મારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ કરે છે કહી ઢીકાપાટુ અને પથ્થર વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે માલવિયાનગર પોલીસ મથકના જમાદાર એ.વી.ચાવડા સહિતે તપાસ કરતાં રોહિતભાઇએ જણાવ્યું હતું કે, પાડોશી તેના ઘર પાસે કૂતરાંઓ એકઠા કરતા હોય અને અગાઉ રોહિતભાઇના પુત્રને કૂતરાંએ બચકાં ભરી લીધા હતા બાદમાં તેને કૂતરાં ભેગા નહીં કરવાનું કહેતા ઝઘડો કર્યો હતો.જે બાબતે નજીકના પોલીસમાં ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અગાઉ શ્રદ્ધા પાર્ક પાસે માથાકૂટ થયાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.
દોશી હોસ્પિટલ પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી વેપારી પર હુમલો
