યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ફુલેકા શેરીના ગણેશજી વીસર્જન સમયે અચાનક જ રખડતો આખલો ગણેશ પંડાલમાં બનાવેલ 3 ફૂટ ઉંચા સ્ટેજ પર ચઢી ગયેલ હતો. અને ધમાલ ચકડી મચાવી હતી. આ સમયે ત્યાં રહેલ લોકોમાં નાસભાગ મચી જવા પામેલ અને લોકો જીવ અધ્ધર ચઢ્યા હતા.
ગણેશ પંડાલમાથી કાર્યકરો એ જીવના જોખમે શ્રી ગણપતિજી ની મૂર્તિ સ્થાન પર થી હટાવી ને બચાવી હતી. આ ઘટના થી મંડળ સૌ લોકો ની ધાર્મિક લાગણી દુભાઈ હતી. રખડતા આખલાઓ તથા ગલી મા આડેધડ થતા વાહન પાર્કિંગ ના લિધે શહેરી જનોમાં તંત્ર ઉપર રોષ વ્યાપ્યો હતો.

