Site icon Gujarat Mirror

પાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો

 

 

ભારત પર આતંકવાદી હુમલા કર્યા પછી, ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરી રહેલા પાકિસ્તાનને ભારતીય દળો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે, પરંતુ હવે સંયુક્ત આરબ અમીરાતે પણ તેને જોરદાર ફટકાર લગાવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની T20 ટુર્નામેન્ટ PSLની વર્તમાન સિઝન અધવચ્ચે જ બંધ કરવી પડી.

આ પછી, પાકિસ્તાની બોર્ડે બાકીની મેચો UAEમાં યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેમના પ્રયાસો પણ નિષ્ફળ જતા દેખાય છે કારણ કે અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) તેમને ટુર્નામેન્ટનું આયોજન કરવાની પરવાનગી આપવા તૈયાર નથી.

પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂૂ કરવામાં આવ્યું ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે. ગુરુવારે, 8 મેના રોજ, પાકિસ્તાની હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ લાહોર, રાવલપિંડી સહિત અનેક શહેરો પર ડ્રોનથી ફાયરિંગ કર્યું, જેમાંથી એક રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર પણ પડ્યું. ગુરુવારે જ તે સ્ટેડિયમમાં PSL મેચ યોજાવાની હતી, જેને રદ્દ કરવી પડી હતી. આ પછી તરત જ પાકિસ્તાની બોર્ડે ટુર્નામેન્ટ સ્થગિત કરી દીધી હતી. પછી મોડી રાત્રે, ઙઈઇએ જાહેરાત કરી કે આ સિઝનની બાકીની 8 મેચ UAEમાં યોજાશે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બંને દેશો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, UAE ક્રિકેટ બોર્ડ પોતાના દેશમાં PSL મેચોનું આયોજન કરવા તૈયાર નથી અને પાકિસ્તાની બોર્ડને ના પાડવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલમાં ઊઈઇ અધિકારીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ઘણા ઈમિગ્રન્ટ્સ UAEમાં રહે છે અને આવા સમયે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાથી માત્ર સુરક્ષા જ જોખમ નહીં પરંતુ બંને દેશોના લોકો વચ્ચે સંઘર્ષની શક્યતા પણ વધી શકે છે.

Exit mobile version