Site icon Gujarat Mirror

કોઠારિયા સોલવન્ટમાં નિદ્રાધીન પિતા-પુત્રને કાળોતરો કરડી ગયો

શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિતળાધાર પચ્ચીસવારીયામાં પિતા-પુત્ર મધરાત્રે સુતા હતા ત્યારે સાપે ડંખ માર્યો હતો. પિતા-પુત્રને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિતળાધાર પચ્ચીસવારીયામાં રહેતાં અશોકભાઈ દશયીભાઈ મહંતો (ઉ.30) અને તેનો 13 વર્ષનો પુત્ર વિશાલ મહંતો રાત્રીનાં એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે સાપે ડંખ માર્યોૅ હતો. પિતા પુત્રને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા પિતા-પુત્ર મુળ બિહારના વતની છે. રાત્રીના સમયે વિશાલ મહંતોને કાળોતરો કરડી જતાં ઉઠીને પિતાને જાણ કરી હતી તે દરમિયાન પિતા અશોકભાઈ મહંતોને પણ સાપે ડંખ માર્યો હતો અને નાગ હજુ પણ શ્રમિક પરિવારના ઘરમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version