ગુજરાત
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ધરતીકંપ અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ છે. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ આંચકાની અસર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી સુધી અનુભવાઈ હતી.મહેસાણા,સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં ભુકંપના આંચકા અનુભવાયા છે. બેચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. પાટણના હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. મહેસાણાના બહુચરાજી તાલુકાના ચન્દ્રોડા, મંડાલી, અંબાળા, સુરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
પાટણ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 10.15 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાટણ, હારીજ, ચાણસ્મા સમી, શંખેશ્વર, સિધ્ધપુર સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ બનાસકાંઠામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ડીસામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 10.17 મીનીટે ધરતીકંપનો આચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પાટણ ,પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અમદાવાદના અમુક વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની વાત સામે આવી છે. જ્યારે પાટણથી 13 કિલોમીટર દૂર સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભૂકંપની આચકો અનુભવાયો હતો. વાંકાનેર અને માળિયા પંથકના અમુક વિસ્તારોમાં પણ અનુભવ થયો હતો. ભૂકંપનો આચંકો અભુનાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 10:16 મિનિટે અનુભવ થયો હોવાની માહિતી સામે આવી છે.
સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા. જેમાં આદરીયાણા, વણોદ, ખારાઘોડા, પાટડી અને ચિકાસર સહિતના ગામડાનો સમાવેશ થાય છે. 10 સેક્ધડ સુધી આંચકા અનુભવાયા હોવાની વાત સામે આવી છે. જ્યારે અમદાવાદમાં પણ આંચકા અનુભવાયા છે. કચ્છના રાપર તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપર તાલુકાનાં નાનાં રણ વિસ્તારમાં ધરતી ધ્રુજી હતી. આડેસર,નાંદા સહિતનાં ગામો લોકોએ આંચકો અનુભવ્યો હતો. ધડાકા ભેર આંચકો આવતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. માઉન્ટ આબુ સુધી ધરતીકંપની અસર જોવા મળી છે.