દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ હવે એક એવું સ્વરૂૂપ ધારણ કર્યું છે કે જેના કારણે હવામાન વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડ્યા છે. લેટેસ્ટ સેટેલાઈટ તસવીરોમાં લગભગ 7000 થી 10000 કિલોમીટ લાંબી વાદળો અને વરસાદની એક વિશાળ પટ્ટી જોવા મળી છે. આ પટ્ટી ઉત્તર ભારતથી શરૂૂ થઈને હિમાલય, ચીન અને દક્ષિણ કોરિયા સુધી ફેલાઈ છે. વિશેષજ્ઞ તેને આ વર્ષના ચોમાસાનો સૌથી સક્રિય દૌરનો સંકેત માની રહ્યા છે. જેના કારણે આવનારા દિવસોમાં ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગમાં સારો અને અનેક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ એક મોનસૂન ક્ધવઝર્ન્સ ઝોન છે.
જ્યારે હિંદ મહાસાગરમાંથી આવતા ભેજથી ભરપૂર ચોમાસાના પવનો એશિયાની વિવિધ હવામાન પ્રણાલીઓ સાથે અથડાયા ત્યારે તેનું નિર્માણ થયું. આ પ્રક્રિયાના પરિણામે હજારો કિલોમીટર લાંબો વાદળોનો એક વિશાળ પટ્ટો (ક્લાઉડ કોરિડોર) તૈયાર થયો, જ્યાં સતત નવા વરસાદી વાદળો બનતા રહ્યા અને આગળ વધતા રહ્યા. તેથી જ એકસાથે અનેક દેશોમાં ચોમાસાની ગતિવિધિઓમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસ દરમિયાન દેશમાં થયેલો વરસાદ સામાન્ય દૈનિક સરેરાશની સરખામણીમાં લગભગ 170થી 180 ટકા વધુ નોંધાયો છે. જે આ ચોમાસું સીઝનનો અત્યાર સુધીનો સૌથી મજબૂત દૌર ગણાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી એનસીઆરમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી ચૂક્યો છે. બંગાળની ખાડીમાં બનેલા હળવા દબાણના ક્ષેત્રને કારણે પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે લેટેસ્ટ સેટેલાઈટ તસવીરો એ પણ દર્શાવે છે કે ભારતીય મોનસૂન ફક્ત ભારત સુધી સિમિત નથી પરંતુ વર્તમાન હવામાન પ્રણાલી અરબ સાગરથી લઈને પૂર્વ એશિયા સુધી ફેલાયેલી છે અને એક સાથે અનેક દેશોને પ્રભાવિત કરી રહી છે. એટલે કે ભારતમાં પડી રહેલો વરસાદ એક મોટા એશિયાઈ હવામાન ચક્રનો ભાગ છે જે હજારો કિલોમીટર સુધી ફેલાયેલા વાયુમંડળીય તંત્ર દ્વારા અનેક દેશોમાં વર્ષાની ગતિવિધિઓને પ્રભાવિત કરે છે.

