Site icon Gujarat Mirror

મનહર પ્લોટનો રિક્ષાચાલક પરિવાર સાથે રતનપર ફરવા જતાં મકાનમાંથી 89 હજારની ચોરી

મનહર પ્લોટ શેરી નં. 13માં રહેતા રિક્ષાચાલક હસમુખભાઈ ભિખાભાઈ જરીયા (ઉ.વ.52) પરિવાર સાથે રતનપર ગામે મેળો કરવા ગયા બાદ પાછળથી તેના મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂૂા. 89 હજારની ચોરી કરી ગયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

હસમુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા. 17/08 ના રોજ અમારે મેળામા જવાનુ હોય જેથી બપોરના એક વાગ્યાની આસપાસ મારી પ ત્ની ગીતાબેને અમારા ઘરમાં કબાટમા કપડા મુકી અને કબાટની અંદર તીજોરીમા ઘરેણા મુકેલ હતા તે તીજોરીને તથા કબાટને લોક કરી અને ઘરના દરવાજો બંધ થતો ન હોય જેથી અમે ઘરના દરવાજાને આડો કરી અને અમે બધા મારી રીક્ષા લઈને અમે પરીવાર સાથે મોરબી રોડ રતનપર ગામે મેળામા ગયેલ હતા અને બાદ સાંજના છએક વાગ્યાની આસ પાસ અમે મેળામાથી પરત ઘરે આવેલ ત્યારે મારી પત્ની ગીતાબેન ઘરમા કબાટમાથી કપડા મુકવા માટે કબાટ ખોલતા ક બાટનો લોક ખુલ્લો હતો તથા કબાટની અંદરની તીજોરીનો લોક પણ તુટેલ જોવામા આવ્યો હતો. જેથી મે તથા મારી પત્નીએ કબાટમા જોતા કબાટની અંદરથી રોકડા રૂૂપીયા આ શરે 10,000/- મળી કુલ કિમંત રૂૂ.89,000/-ની મતાની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયેલ હોય તેની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version