Site icon Gujarat Mirror

નેશનલ લોક અદાલતમાં 7369 કેસોમાં સમાધાન

જામનગર જિલ્લામાં માં શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે 25547 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 7369 કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ 18 કરોડ 08 લાખનું સેટલમેન્ટ થયું છે.નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા 8.3.2025 અને શનિવાર ના રોજ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 25547 કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશન ના 16014, લોક અદાલત ના 5592 કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના 2841 નો સમાવેશ થાય છે.જે પૈકી આજે એકીસાથે 7369 કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ તમામ લોક અદાલતોમાં રૂૂબરૂૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 18,08,72,672 રૂૂપિયા ના સેટલમેન્ટ થયા હતા.

Exit mobile version