ગત વર્ષે 65.49 ટકા સામે આ વર્ષે 57.37 ટકા મતદાન, 51 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ
મતગણતરી બાદ મોડી સાંજે પરિણામ: ભાજપ સમર્થિત ત્રણેય પેનલની શાખ દાવ પર, ધારાસભાની ચૂંટણી જેવો માહોલ
રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસીએશનમાં આજે ચૂંટણી યોજાઈ છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે સવારથી 9 વાગ્યાથી મતદાન શરૂૂ થઈ ગયું છે. બપોરે 3 વાગ્યા સુધી વકીલ મતદારો 57.37 ટકા મતદાન કર્યું છે. જે ગત વર્ષની સરખામણીએ સાત ટકા મતદાન ઓછું નોંધાયું છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર પ્રમુખ સહિતના વિવિધ 16 હોદા ઉપર 51 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ થયું છે. બપોર બાદ મતગણતરી થતા જ સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના પરિણામને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
રાજકોટ બાર એસોસીએશનના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખ પદ માટે 6 દાવેદારો મેદાનમાં છે. જેમાં ભાજપ સમર્થિત વકીલોના ત્રણ જૂથ વચ્ચે સીધી ટક્કર થઈ છે. જેમાં સમરસ પેનલના પરેશ મારૂૂ, કાર્યદક્ષ પેનલના દિલીપ જોષી અને એક્ટિવ પેનલના બકુલ રાજાણી વચ્ચે સીધો જંગ જામશે. તો આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ પદમાં ત્રણ, સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમાં ત્રણ, લાઇબ્રેરી સેક્રેટરીમાં બે, કારોબારી મહિલા અનામતમાં ચાર અને કારોબારીમાં નવ સભ્યની સંખ્યા માટે 27 ઉમેદવારો મેદાનમાં છે. પ્રમુખ સહિત 16 હોદા ઉપર 51 વકીલ ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. રાજકોટ બાર એસોસિયેાનની ચૂંટણીનું સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું અને ત્રણ વાગ્યા સુધીમાં વન બાર વન વોટ મુજબ 3699 વકીલ મતદારોમાંથી પૂર્વ સાંસદ માવજીભાઈ માવાણી, રમાબેન માવાણી, મનપાના પૂર્વ મેયર પ્રદીપ ડવ, સ્વામી દેવપ્રકાશદાસ મહંતશ્રી ઉનાવા ગાંધીનગર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોષી, મહામંત્રી માધવ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સેનેટરી સભ્ય ભરતસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ બાથવાર, અશોકભાઈ ડાંગર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, અશોકસિંહ વાઘેલા, ભાજપ અગ્રણી મનહર બાબરીયા, કિરીટભાઈ પાઠક, દિલીપભાઈ પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ, રાજકોટ શહેર લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ, શહેર લીગલ સેલના સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, સંજયભાઈ વ્યાસ, તુષારભાઈ ગોકાણી, રીપન ગોકાણી, જયદેવસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, વિજયભાઈ ભટ્ટ, દેવાંગ ભટ્ટ, મનીષભાઈ ખખર, મુકેશભાઈ દેસાઈ, ધીરુભાઈ પીપળીયા, ડીજીપી એસ.કે. વોરા, મહેશભાઈ જોશી, મુકેશભાઈ પીપળીયા, સમીરભાઈ ખીરા, અતુલભાઇ જોશી, પ્રશાંતભાઈ પટેલ, અનિલભાઈ ગોગીયા, તરૂૂણ માથુર, બીનલબેન રવેસિયા, સ્મિતાબેન અત્રી અને આબિદભાઈ સોસન, રૂૂપરાજસિંહ પરમાર, સુરેશ ફળદુ, ભગીરથસિંહ ડોડીયા અને જીગ્નેશ સભાડ સહિતના વકીલીએ મતદાન કરતા કુલ 57.37 ટકા મતદાન નોંધાયું છે.
જે ગત વર્ષની સરખામણીએ સાત ટકા મતદાન ઓછું નોંધાયું છે. રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે ભારે રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે રાજકોટ બાર એસોસિએશનમાં મતદાન મથક પર વકીલ મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો બપોર બાદ મત ગણતરી શરૂૂ કરવામાં આવશે અને મતગણતરી પૂર્ણ થતાંની સાથે જ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામોને લઇને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી સ્ટાફની કાબિલેદાદ કામગીરી
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવાથી લઈને ચૂંટણીમાં મતદાન સુધીની ચૂંટણી સ્ટાફની કામગીરી કાબિલેદાદ રહી છે. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી કેતનભાઈ શાહ, જયેશભાઇ અતીત અને જતીનભાઈ ઠક્કર સહિતની ટીમે મતદાન મથક ઉપર ખડેપગે ફરજ બજાવી હતી.
બાર એસો.ની ચૂંટણીમાં ઝંપલાવનાર 51 ઉમેદવારોના ભાવિનો સાંજે ફેંસલો
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર ત્રણ પેનલ સહિત 51 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી, સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી સ્વતંત્ર ઉમેદવાર અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વોરા, સેક્રેટરીમા કેતન દવે, સંદીપ વેકરીયા, પરેશ વ્યાસ અને વિનસ છાયા, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, પંકજ દોંગા અને કૈલાશ જાની, લાઇબ્રેરી સેક્રેટરીમાં રવિ ધ્રુવ અને કેતન મંડ, મહિલા અનામતમાં અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય, નવ કારોબારીમાં એક્ટિવ પેનલના રમેશભાઈ આદ્રોજા, ધર્મેન્દ્ર ઝરીયા, હસમુખ બારોટ, ધારેશ દોશી, અનિલ પરસાણા, દીપેન પાટડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ભાવનાબેન વાઘેલા, સમરસ પેનલના કારોબારી સભ્યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશા વાલવા, કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્ય ચિત્રાંક એસ. વ્યાસ, મહેશ એન. પુંધેરા, હુસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુક્લા, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયા સહિત 27 ઉમેદવારોના ભાવિનો આજે સાંજે ફેંસલો થશે.