ગુજરાત

1000માંથી 600 ઓઇલ મિલરો ભેળસેળ કરે છે!

Published

on

આવું જ ચાલુ રહેશે તો બધા ગોડાઉનને સીલ મરાવી દઇશ: ગુજરાત કોટન એસોસિએશનની બેઠકમાં નીતિન પટેલ બગડયા


રાજ્યમાં ઓઇલ મીલરો પર હવે તવાઇ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મીલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે. નીતિન પટેલનો આરોપ છે કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. જો આવુ જ ચાલુ રહેશે તો હું બધા ગોડાઉનને સીલ કરાવી દઇશ.


લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે, આ વખતે કોઇ રાજકીય નહીં પરંતુ ઓઇલ મીલરો પર નિશાન સાધ્યુ છે.


નીતિન પટેલેજ ઓઇલ મીલરો પર સીધો હુમલો કરતાં કહ્યું કે, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે.
ગુજરાત કોટન એસો.ની 26મી સામાન્ય સભામાં નીતિન પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. નીતિન પટેલે આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઈલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. કપાસિયા ખોળમાં થતી ભેળસેળને નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યુ છે, તેમને ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમને કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો. ઐસે નેહીં ચલેગા, વરના મે ક્યા કરૂૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગોડાઉન કો, ફીર ઈસમે કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના. લાંબા સમય બાદ નીતિન પટેલના નિવેદન બાદ ફરી એકવાર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી શકે છે.


જો કે, તેલમાં ભેળસેળ એ કોઇ નવી વાત નથી. નીતિનભાઇ સતામાં હતા ત્યારે પણ તેલમાં ભેળસેળ થતી હતી. પરંતુ હવે તેઓ સતામાં નથી ત્યારે બોલવાનો અર્થે લોકો અલગ રીતે કાઢી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version