હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂૂરીયાત 450 MLD છે. તે પૈકી 135 MLD G.W.I.L. મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્વારા મેળવવામાં આવે છે, અને 315 MLD ઉક્ત સ્થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે. પરંતુ આજી-1 અને ન્યારી-1 ડેમાં 15 જાન્યુઆરી સુધી ચાલે એટલો પાણી જથ્થો હોવાથી ફરી વખત સરકાર પાસે બંને ડેમમાં 550 એમસીએફટી નર્મદા નીર ઠલવવાની માંગણી કરવામાં આવી છે.
સ્થાનીક જળાશયોમાં ઉપલબ્ધ જળ જથ્થાની સ્થિતી અંગે આજી-1 ડેમનાં ડીપ્લીશન ચાર્ટ અનુસાર આજી-1 ડેમ ખાતે 862.56 એમ.સી.એફ.ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે, જે હાલનાં ઉપાડ અનુસાર તા.31/01/2026નાં રોજ અંદાજે માત્ર 284.00 એમ.સી.એફ.ટી. ઉપલબ્ધ હશે, જ્યારે ન્યારી-1 ડેમનાં ડીપ્લીશન ચાર્ટ અનુસાર આજની તારીખે ડેમમાં 995.09 એમ.સી.એફ.ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે, જે તા. 31/03/2026નાં રોજ અંદાજે માત્ર 111.00 એમ.સી.એફ.ટી. ઉપલબ્ધ હશે.
આજી-1 ડેમ, ડેડ વોટર ખાતે આવેલ ફ્લોટીંગ બાર્જ માઉન્ટેડ એસ.સી.એફ પમ્પના વર્ટીકલ કોલમ પાઇપ લંબાવીને દૈનીક 90 એમ.એલ.ડી રો વોટર મેળવવાનુ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ આજી-1 ડેમના વાલ્વ ટાવર પરથી ગ્રેવીટી દ્વારા આજી પમ્પ હાઉસના સંપમા દૈનીક પ5 એમ.એલ.ડી રો વોટર મેળવી પમ્પીંગ દ્વારા આજી ફીલ્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં આજી-1 ડેમની જળ સપાટીનુ લેવલ ઘટવાથી ગ્રેવીટીથી આજી પમ્પ હાઉસ ખાતે મળતા જળ જથ્થામાં ક્રમશ: ઘટાડો થાય જેની સીધી અસર દૈનીક 20 મીનીટ પાણી વિતરણ વ્યવસ્થાને થશે.
ઉક્ત બાબત ધ્યાને લેતા આજી-1 તથા ન્યારી-1 જળાશયમાં કુલ 2600 એમ.સી.એફ.ટી. જળ જથ્થાની આવશ્યકતા રહે. પરંતુ આગામી એપ્રિલ-મે 2026 દરમ્યાન સૌરાષ્ટ્ર શાખા નહેરને મરામત માટે બંધ કરવાનું આયોજન હોવાથી, પૂર્વ આયોજનના ભાગ રૂૂપે પાણીની જરૂૂરીયાત મુજબ સંગ્રહ વ્યવસ્થા કરવા મુખ્ય ઈજનેર, ૠઞઉખ દ્વારા સંદર્ભ-1નાં પત્ર દ્વારા જાણ કરેલ છે. જેથી આ સમયગાળા દરમ્યાન આજી તથા ન્યારી ડેમમાંથી મહત્તમ પાણીનો ઉપાડ કરવો અત્યંત જરૂૂરી બને. જે કારણોસર વિશેષ 550 એમ.સી.એફ.ટી. જળ જથ્થાની જરૂૂરીયાત ઉપસ્થિત થશે.
ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લેતા, રાજકોટ શહેરમાં આગામી સાલ 2026નાં ચોમાસાનાં વરસાદ પહેલા આજી-1 તથા ન્યારી-1 જળાશયમાં તા.31/07/2026 અથવા નવી જળરાશી ઉપલબ્ધ થવા સુધી દૈનીક 20 મીનીટ પાણી પુરવઠો સુચારૂૂ રૂૂપે જાળવી રાખવા માટે સરકારની સૌની યોજના મારફત આજી-1 તથા ન્યારી-1જળાશયમાં તા.01/01/2026થી તબક્કાવાર કુલ 3150 એમ.સી.એફ.ટી. જળ જથ્થાની આવશ્યકતા રહે. રાજકોટ શહેરમાં દૈનીક 20 મીનીટ પાણી પુરવઠો સુચારૂૂ રૂૂપે જાળવી રાખવા માટે આ જળ જથ્થો સૌની યોજના મારફત ઉપલબ્ધ કરાવવા વિનંતી છે.

