મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 3 ફ્લેટ સીલ

લક્ષ્મણ ટાઉનશિપ અને લોકમાન્ય તિલક આવાસ યોજનામાં કાર્યવાહી શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા સસ્તા દરે આવાસ ફાળવવામાં આવી રહયા છે. પરંતુ અમૂક…

લક્ષ્મણ ટાઉનશિપ અને લોકમાન્ય તિલક આવાસ યોજનામાં કાર્યવાહી

શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા સસ્તા દરે આવાસ ફાળવવામાં આવી રહયા છે. પરંતુ અમૂક લાભાર્થીઓ પોતાને મળેલ આવાસ ભાડેથી આપતા હોવાની ફરિયાદો ઉઠતા મનપાએ ચેકિંગ કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં ભાડેથી આપેલ એક આવાસ અને કુવાડવા રોડ પર લોકમાન્ય તિલક ટાઉનશીપમાં બે આવાસ સહિત ત્રણ આવાસ સીલ કરી લાભાર્થીઓને નોટિસ પાઠવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તથા લોકમાન્ય તિલક ટાઉનશીપ, કુવાડવા રોડ પાસે આવેલ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.26/08/2025 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.