Site icon Gujarat Mirror

રાજકોટમાં કાલથી 3 દિવસની ન્યુરોલોજિકલ સર્જન્સ કોન્ફરન્સ

oplus_0

રાજકોટમાં ન્યુરો સર્જન એસો. દ્વારા ગ્રાન્ડ રેજન્સી હોટલ ખાતે આવતી કાલે તા. 28 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની 13મી અખિલ ભારતીય ન્યુરોલોજીકલ સર્જન સોસાયટીની કોન્ફરન્સ યોજાનાર છે.

ત્યારે આજરોજ એસોસીએશનના હોદેદારો ડો. પ્રકાશ મોઢા, ડો. હેમાંગ વસાવડા, ડો. કાંત જોગાણી, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. વિક્રાંત પુજારી વિગેરેએ પત્રકાર પરિષદમાં આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 300 જેટલા ઉપરાંત સ્પેન, લંડન, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, જર્મની સહિતના દેશમાંથી ન્યુરો સર્જન હાજર રહેનાર છે.
તેમણે જણાવ્યું હતું કે, આ તેરમી કોન્ફરન્સમાં પહેલા દિવસે ઓન ઈિન્ડિયા મેડીકલ ઈન્સ્ટીટ્યુટ ખાતે ન્યુરો સર્જરીના વિવિધ ઓપરેશનો જેવા કે એન્ડોસ્કોપીથી બ્રેઈન ટ્યુમરની સર્જરી, સ્પાઈનની સર્જરી, વિવિધ માઈક્રોસ્કોપ સર્જરી, ન્યુરો સર્જનોને કેડેવર પર વિવિધ નિષ્ણાંતો દ્વારા શિખવવામાં આવશે. આ ટ્રેઈનીંગમાં અતી આધુનિક મશીનરી ચલાવવાની ટ્રેઈનીંગ પણ અપાશે.આ કોન્ફરન્સ બીજા દેશો જેવા કે જાપાન, જર્મની, સીંગાપોરના નિષ્ણાંતો પણ તેમના દેશની સારવાર પદ્ધતિ ચર્ચા કરશે.

ન્યુરો સર્જરીના ફિલ્ડમાં આર્ટિફિશિઅલ ઈન્ટેજિલન્સને લીધે આવેલ બદલાવ બાબત વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. રોબોટીક સર્જરી બાબત પણ વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા પુરુ પાડવામાં આવશે.

મુંબઈ આઈ.આઈ.ટી. સાથે તેના સહયોગથી વધુ કોમ્પ્યુટરાઈઝ્ડ ઉપકરણો બનાવવાી માહિતી આ કોન્ફરન્સમાં આપવામાં આવશે. યુવા ન્યુરો સર્જનને આ સંશોધન તરફ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ આ કોન્ફરન્સમાં કરવામાં આવશે.

આમ આ ત્રણ દિવસમાં ન્યુરો સર્જનના નવીનત્તમ સંશોધનો અને નવી ટેક્નિકનો સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી લાભ પહોંચે એ બાબતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ન્યુરો સર્જરીમાં વિશ્ર્વના નક્શામાં સ્થાન પામ્યું છે.

Exit mobile version