Site icon Gujarat Mirror

સિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડ

એજન્સીને રૂા. 6000ની પેનલ્ટી ફટકારાઈ, ટિકિટ વગરનાને થયો રૂા.2090નો ચાંદલો

 

મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ટીકીટ વગરના મુસાફરો તેમજ ડ્રાઈવર-કંડક્ટરો દ્વારા થતી ગેરરીતીઓની ફરિયાદો ફરી વખત ઉઠતા મનપાએ ચેકીંગ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં આજરોજ અલગ અલગ રૂટ ઉપર ચકાસણી દરમિયાન 19 મુસાફરો ટીકીટ વગરના પકડાતા જવાબદાર ત્રણ કંડક્ટરને સસ્પેન્ડ કરી કંડક્ટર સપ્લાય કરતી એજન્સીને રૂા. 6 હજારનો દંડ ફટકારવામાં આવેલ તેમજ 19 ખુદાબક્ષો પાસેથી રૂા. 2090ની પેનલ્ટી વસુલવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની હસ્તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે. હાલ 73 રૂૂટ પર 199 બસ દ્વારા શહેરી પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે. આજે બુધવારનાં રોજ ટીકીટ ચેકીંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવી જેમાં ટીકીટ આપવાની કામગીરીમાં અનિયમિતતા સબબ પકડાયેલ કુલ-3 કંડકટરોને ફરજ મુક્ત કરી તેમજ કંડકટર સપ્લાય કરતી એજન્સીને રૂૂ.6000/- પેનલ્ટી આપવામાં આવેલ છે. તથા ટીકીટ વગર મુસાફરી કરતા 19 પાસેથી પણ રૂૂ. 2090/-ની પેનલ્ટીની વસુલાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત સીટી બસ ઓપરેટર એજન્સીની કામગીરીની અનિયમીતતા બદલ રૂૂ.2372/-ની પેનલ્ટી આપવામાં આવેલ હતી.

આમ આ ખાસ ડ્રાઈવના કારણે સીટી બસ સેવામાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યા તથા ટિકીટની આવકમાં વધારો થયેલ છે. વધુમાં સીટી બસ સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવ્યાનુંસાર બસમાં ટિકીટ લેવી તે મુસાફરીની પ્રાથમિક જવાબદારી છે અને વગર ટિકીટ મુસાફરી કરતા પકડાયેથી તેની સામે દંડનિય કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત ટિકીટ આપવા અંગે કંડકટર દ્વારા કોઈપણ પ્રકારની અનિયમીતતા ધ્યાને આવે તો મુસાફરો કોલ સેન્ટર નંબર 155304 પર ફરીયાદ કરી શકે છે. આ બન્ને બસ સેવાને વધુને વધુ લોકાભિમુખ બનાવવા તથા જાહેર પરિવહન સેવાનો વધુને વધુ ઉપયોગ કરી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાને હલ કરવા મદદરૂૂપ થવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ છે.

Exit mobile version