4956 સફાઇ કામદારો દ્વારા ધાર્મિક સ્થળો/ બાગ બગીચાઓ ટોયલેટ, જીવીપીમાં સફાઇ ઝુંબેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, બાગ બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનની સફાઈ અને શહેરના મુખ્ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
જે અંતર્ગત આજ તા 29/09/2025 ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વછોત્સવ” અંતર્ગત છયમીભય, છયીતય, છયભુભહય ના સિદ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ આયોજન તેમજ રિસાયક્લિંગ અને ટકાઉ જીવનના મહત્વ વિશે લોકોને જાગૃત કરવામાં આવેલ અને ધાર્મિક સ્થળો, બાગ બગીચાઓ, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટ, જીવીપી વગેરે સ્થળોએ 4956 સફાઈ કામદારો દ્વારા 23 ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા સહીતના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટરઓ, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

