કુલ 34,512 વાહનચાલકોને 1.10 કરોડનો દંડ ફટકાર્યો: 600 જેટલા વાહનો ડીટેન
ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શાળા અને કોલેજોમાં પોલીસે 25 જેટલા કાર્યક્રમો યોજયા
રાજયમા ટ્રાફીકની સમસ્યા દિવસેને દિવસે વિકટ બનતી જાય છે. ટ્રાફીક નિયંત્રણ માટે ટ્રાફીક શાખામા પોલીસ તેમજ ટ્રાફીક બ્રિગેડ દ્વારા લોકોને જાગૃત કરવામા આવી રહયા હોવા છતા પણ લોકો ટ્રાફીકના નિયમોનુ પાલન કરી રહયા નથી. ત્યારે ભારત સરકારના વાહન વ્યવહાર અને હાઇવે મંત્રાલય નવી દિલ્હી દ્વારા માર્ગ સલામતી અંગે વાહન ચાલકોમા જાગૃતી લાવવા માટે સમગ્ર દેશમા રોડ સેફટી મંથ તેમજ વિકની ઉજવણી કરવામા આવે છે.
જે અન્વયે નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણી 1 લી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કરવામા આવી હતી જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક ડીસીપી પુજા યાદવ અને એસીપી જે. બી. ગઢવી અને ટ્રાફીક શાખાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રોડ સેફટી મંથ દરમ્યાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમા લોકો માર્ગ સલામતી અને ટ્રાફીકના નિયમોનુ વધુમા વધુ પાલન કરે તે માટે જાન્યુઆરી મહીના દરમ્યાન શહેરી વિસ્તારમા ટ્રાફીકના નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામા આવી હતી.
રાજકોટ ટ્રાફીક પોલીસે રોડ સેફટી મંથ 2025 અંતર્ગત જાન્યુઆરી માસમા કુલ 34512 કેસ કરી 1.10 કરોડનો દંડ ફટકારવામા આવ્યો હતો. જેમાં ટ્રાફિક પોલીસે બ્લેક ફિલ્મના 729 કેસ કરી 3,64,500 નો દડં વસૂલ્યો છે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરનાર 516 વાહન ચાલકો પાસેથી . 2,58,000 નો દડં વસૂલાયો છે. ઓવર સ્પીડના 2242 કેસ, ત્રણ સવારી વાહન ચલાવવાના 11,367 કેસ, ટ્રાફિક અડચણપ વાહન મૂકવાના 3348, સુશોભિત નંબર પ્લેટના 3,660 એર હોર્નના 182, હેલ્મેટ વગર વાહન ચલાવવાના 2232, સીટ બેલ્ટના 2593, જરી કાગળો સાથે ન રાખવાના 2687, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 2203 તથા અન્ય કેસો 2753 મળી ટ્રાફિક શાખાએ એક માસ દરમિયાન કુલ 34,512 કેસ કરી એક 1,10,87,800 નો દડં વસૂલ્યો છે. આ સાથે પોલીસે 692 વાહન ડિટેઇન પણ કર્યા છે.
આ તકે ટ્રાફીક શાખા સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે રોડ સેફટી મંથ 2025 અંતર્ગત જાન્યુઆરી માસમા ટ્રાફીક શાખાની અલગ અલગ ટીમો દ્વારા શાળા અને કોલેજોમા પહોંચી ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા અને હેલ્મેટ પહેરવા પર ભાર મુકી વિધાર્થીઓને જાગૃત કર્યા હતા. ટ્રાફીક શાખા દ્વારા આવા લગભગ 25 થી વધુ સેમીનાર યોજાયા હતા. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે 2024 ના અંતમા ડીસીપી ટ્રાફીક પુજા યાદવે રાજકોટમા રોડ અકસ્માતની વિગતો આપી હતી જેમા તેઓએ જણાવ્યુ હતુ કે વર્ષ 2023 મા 169 ફેટલ નોંધાયા હતા જેની સામે વર્ષ 2024 મા 11પ જેટલા અકસ્માત નોંધાયા હતા. જેમા 14 ટકાનો ઘટાડો થયો હતો. જયારે ગંભીર અકસ્માતમા વર્ષ 2023 મા 224 ની સામે 149 જેટલા કેસ નોંધવામા આવતા 1પ જેટલો ઘટાડો થયો હોવાનુ જણાવ્યુ હતુ.